ગુજરાતની કલ્યાણી સક્સેનાએ ખેલો ઈંડિયાની સ્વિમિંગ સ્પર્ધામાં જીત્યો ગોલ્ડ
Live TV
-
કલ્યાણી સક્સેનાએ ખેલો ઈંડિયાની સ્વિમિંગ સ્પર્ધામાં અંડર 21 શ્રેણીમાં જીત્યો ગોલ્ડ મેડલ
દિવસેને દિવસે ગુજરાત દેશમાં અને વિદેશમાં નામ રોશન કરી રહ્યુ છે....ત્યારે ગુજરાતની એક દિકરીએ ગોલ્ડ મેડલ જીતી ગુજરાતની શાનમાં વધારો કર્યો છે....આ દિકરી નું નામ છે કલ્યાણી સક્સેના....ઉલ્લેખનીય છે કે આસામમાં ચાલી રહેલી ખેલો ઇન્ડીયા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે....ત્યારે સ્વીમીંગ કોમ્પિટિશનમાં કલ્યાણી સકસેનાએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે અને ગુજરાતનું નામ રોશન કર્યુ છે.....આ ગોલ્ડ મેડલ તેમણે સ્વીમીંગની અન્ડર 21 સ્પર્ધામાં મેળવ્યો છે...ત્યારે કલ્યાણીના માતા-પિતા, તેમજ પરિવાર જનોએ તેમને શુભકામના પાઠવી છે....અને ગુજરાત આવશે ત્યારે તેમની શાનદાર સ્વાગત કરવાનું પણ આયોજન વિચારવામાં આવ્યું છે....
