Skip to main content
Settings Settings for Dark

રાજકોટ વનડેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 36 રને આપ્યો પરાજય

Live TV

X
  • ભારતીય ટીમે બીજી વનડે મેચમાં શાનદાર પ્રદર્શન કરતા ઓસ્ટ્રેલિયાને 36 રને પરાજય આપ્યો હતો.

    રાજકોટઃ ભારતે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાયેલી બીજી વનડે મેચમાં ઓસ્ટ્રેલિયાને 36 રને પરાજય આપીને બે મેચોની સિરીઝમાં 1-1ની બરોબરી મેળવી લીધી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે શિખર ધવન 96, કેએલ રાહુલ 80 અને કેપ્ટન વિરાટ કોહલીના 78 રનની મદદથી 50 ઓવરમાં 6 વિકેટે 340 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 49.1 ઓવરમાં 304 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટીવ સ્મિથે સૌથી વધુ 98 રન ફટકાર્યા હતા. ભારત તરફથી મોહમ્મદ શમીએ ત્રણ,  કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા અને નવદીપ સૈનીએ બે-બે વિકેટ ઝડપી હતી. શ્રેણીની અંતિમ અને નિર્ણાયક મેચ રવિવારે બેંગલુરૂમાં રમાશે. મહત્વનું છે કે મુંબઈમાં રમાયેલી પ્રથમ વનડે મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 10 વિકેટે પરાજય આપ્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply