Skip to main content
Settings Settings for Dark

પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર બાપુ નાડકર્ણીનું નિધન, ગાવસ્કર-તેંડુલકરે વ્યક્ત કર્યો શોક

Live TV

X
  • બાપુ નાડકર્ણીએ ભારત તરફથી 41 ટેસ્ટ મેચોમાં 1414 રન બનાવ્યા અને 88 વિકેટ ઝડપી હતી. તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 43 રન આપીને 6 વિકેટ રહ્યું છે.

    ઈંગ્લેન્ડ વિરુદ્ધ એક ટેસ્ટ મેચમાં સતત 21 ઓવર મેડન ફેંકવાનો રેકોર્ડ બનાવનાર પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર બાપુ નાડકર્ણીનું શુક્રવારે નિધન થયું છે. તેઓ 86 વર્ષના હતા. તેમના પરિવારમાં પત્ની અને બે પુત્રીઓ છે. તેમના નિધન પર ક્રિકેટર સુનીલ ગાવસ્કર અને સચિન તેંડુલકર સહિત વિભિન્ન ક્ષેત્રની હસ્તિઓએ શોક વ્યક્ત કર્યો છે. 

    નાડકર્ણીના જમાઈ વિજય ખરેએ સમાચાર એજન્સીને કહ્યું, તેમનું ઉંમર સંબંધિત મુશ્કેલીઓને કારણે નિધન થયું છે. તેઓ બેટ્સમેન અને સ્પિન બોલર હતા. તેમણે ભારત તરફથી 41 ટેસ્ટ મેચોમાં 1414 રન બનાવ્યા અને 88 વિકેટ ઝડપી હતી. તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 43 રન આપીને 6 વિકેટ રહ્યું છે. તેઓ મુંબઈના ટોચના ક્રિકેટરોમાં સામેલ હતા. તેમણે પ્રથમ શ્રેણીની 191 મેચ રમી હતી, જેમાં 500 વિકેટ ઝડપી અને 8880 રન બનાવ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply