સાનિયા મિર્ઝાએ હોબાર્ટ ઈન્ટરનેશનલમાં મહિલા ડબલ્સનું ટાઇટલ જીત્યું
Live TV
-
2017 બાદ કોર્ટ પર પરત ફરેલી સાનિયાની આ પ્રથમ ટૂર્નામેન્ટ છે. સાનિયા પુત્રને જન્મ આપ્યા બાદથી કોર્ટથી દૂર હતી.
હોબાર્ટઃ ભારતની સ્ટાર મહિલા ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ ડબ્લ્યૂ સર્કિટમાં શાનદાર વાપસી કરી છે. સાનિયા મિર્ઝાએ આજે હોબાર્ટ ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટના મહિલા ડબલ્સના ફાઇનલમાં જીત મેળવી છે. બે વર્ષ બાદ કોર્ટ પર વાપસી કરી રહેલા સાનિયાએ પોતાની યૂક્રેનની સાથી નાદિયા કિચેનોકની સાથે મળીને ચીની જોડી ઝાંગ સુઈ અને પેંગ શુઈને 6-4, 6-4થી પરાજય આપ્યો છે.
2017 બાદ કોર્ટ પર પરત ફરેલી સાનિયાની આ પ્રથમ ટૂર્નામેન્ટ છે. સાનિયા પુત્રને જન્મ આપ્યા બાદથી કોર્ટથી દૂર હતી.
આ પહેલા સાનિયા અને નાદિયા કિચેનોકે સેમિફાઇનલમાં ચેક ગણરાજ્યની મેરી બાઉજ્કોવા અને સ્લોવેનિયાની તમારા જિદાનસેકની જોડીને 7-6(3), 6-2થી હરાવી હતી. સાનિયા અને કિચેનોકની જોડીએ આ મેચ એક કલાક 24 મિનિટમાં પોતાના નામે કરી હતી. આ જોડીએ મેચમાં 15 બ્રેક પોઈન્ટ હાસિલ કર્યાં, પરંતુ ચારને પોતાના પક્ષમાં કરી શકી હતી.
