Skip to main content
Settings Settings for Dark

ચીનના હાંગઝોઉમાં યોજાયેલી 19મી એશિયાઇ ગેમ્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન

Live TV

X
  • ભારતે અત્યાર સુધીમાં એક ડઝનથી વધુ મેડલ જીતી લીધા છે

    ચીનના હાંગઝોઉમાં યોજાયેલી 19મી એશિયાઇ ગેમ્સમાં ભારતનું પ્રદર્શન સતત શાનદાર ચાલી રહ્યું છે. ભારતે અત્યાર સુધીમાં એક ડઝનથી વધુ મેડલ જીતી લીધા છે, જેમાં 3 ગોલ્ડ મેડલ, 4 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલ સામેલ છે. ભારતની નેહા ઠાકુરે સેલિંગમાં ત્રીજા દિવસનો પહેલો ગોલ્ડ મેડલ ભારતને અપાવ્યો છે, તો ઘોડેસવારીમાં 41 વર્ષ બાદ ભારતને ગોલ્ડ મેડલ મળ્યો છે. બીજી તરફ ભારતીય તલવારબાજ ભવાનીદેવીને ક્વાર્ટર ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આજે બોક્સિંગ ઈવેન્ટમાં ભારતના સચિને ઈન્ડોનેશિયાના એસરીને 5-0થી હરાવી પ્રી ક્વાટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. સતત ત્રીજા દિવસે ભારતની પુરૂષ હોકી ટીમે 16-1થી સિંગાપોરને હરાવી દીધું હતું, તો હવે ભારતની ટક્કર ગુરૂવારે જાપાન સાથે થશે.

    સોમવારે ભારતે 2 ગોલ્ડ સહિત 6 મેડલ જીત્યાં હતા. ભારત કુલ 2 ગોલ્ડ, 4  રજત અને છ કાંસ્ય સહિત 12 મેડલ સાથે પોઇન્ટ ટેબલમા છઠ્ઠા ક્રમે રહ્યું હતું. સોમવારે પુરૂષની 10 મીટર એર રાઇફલમાં સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે, જ્યારે 10 મીટર એર રાઇફલ વ્યક્તિગત સ્પર્ધામાં એશ્વર્ય પ્રતાપસિંહે કાસ્ય પદક મેળવ્યો હતો. મહિલા ક્રિકેટની ફાઇનલમાં ભારતે શ્રીલંકાને 19 રને હરાવીને પ્રથમવાર ગોલ્ડમેડલ જીત્યો છે. દરમિયાન આજે રમતના ત્રીજા દિવસે કેટલાક મેડલ ભારતીય ખેલાડીઓના નિશાન ઉપર છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply