Skip to main content
Settings Settings for Dark

ચીનમાં યોજાઇ રહેલી પેરા એશિયન ગેમ્સ 2023માં ભારતની મેડલ ટેલીમાં સતત વધારો

Live TV

X
  • ચીનમાં યોજાઇ રહેલી પેરા એશિયન ગેમ્સ 2023માં ભારતની મેડલ ટેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે સ્પર્ધાના બીજા દિવસે 2 સુવર્ણ ચંદ્રક ભારતને ફાળે આવ્યા છે. પ્રાચી યાદવે મહિલા પેરા કેનો KL2 ઈવેન્ટ જીતીને ગોલ્ડ મેડલ સાથે ભારતનું ખાતું ખોલાવ્યું હતું.

    જ્યારે મનીષ કૌરવે પુરુષોની પેરા કેનોઈ KL3 ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત મહિલા 100 મીટર ટી12 સ્પર્ધામાં સિમરને સિલ્વર તો મહિલા 400 મીટર ટી20 દોડ સ્પર્ધામાં દિપ્તી જીવણજીએ ગોલ્ડ જીત્યો છે. આ સિવાય પેરા કેનોઈ vl2 સ્પર્ધામાં ગજેન્દ્રસિંઘ તો પેરા ક્લબ થ્રો મહિલા એફ32/51 ઈવેન્ટમાં એકતા ભયાને બ્રોન્ઝ જીત્યો છે. આ વખતે એશિયન પેરા ગેમ્સમાં 22 રમતોમાં કુલ 566 ગોલ્ડ મેડલ દાવ પર છે.

    આ હાંસલ કરવા માટે, 43 દેશોના લગભગ 4000 પેરા એથ્લેટ્સ આ ગેમ્સમાં ભાગ લઈ રહ્યા છે. ભારતે આ ગેમ્સ માટે 313 ખેલાડીઓની ટુકડી પણ મોકલી છે, ભારતીય ખેલાડીઓ 22માંથી 17 રમતોમાં ભાગ લઈ રહ્યા છે. ભારતે રોઈંગ, કેનોઈંગ, લૉન બોલ, તાઈકવાન્ડો અને બ્લાઈન્ડ ફૂટબોલ જેવી ઈવેન્ટ્સમાં પણ પોતાના પેરા એથ્લેટ્સને મેદાનમાં ઉતાર્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply