જમૈકા ટેસ્ટઃ વિન્ડીઝ વિરુદ્ધ પ્રથમ દિવસે ભારતનો સ્કોર 5/264
Live TV
-
જમૈકા ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પ્રથમ દિવસે ભારતે પાંચ વિકેટના નુકશાને બનાવ્યા 264 રન - કોહલી અને અગ્રવાલે બનાવી અડધી સદી
ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે બે ટેસ્ટ મેચની સિરિઝની બીજી ટેસ્ટ મેચ શુક્રવારે કિંગસ્ટન મેદાનમાં રમાઈ હતી. જેમાં વેસ્ટઈન્ડિઝની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતની શરૂઆત પ્રારંભીક શરૂઆત નબળી રહી હતી અને ઓપનર ખેલાડી કે.એલ.રાહુલ માત્ર 13 રન બનાવીને પેવેલિયન ભેગા થઈ ગયા હતા. ત્યાર બાદ મંયક અગ્રવાલ 55 અને કેપ્ટન વિરાટ કોહલીના 76 રનના કારણે ટીમ ઈન્ડિયા પ્રથમ દિવસે મેચ પૂર્ણ થતાં સુધીમાં પાંચ વિકેટ પર 264 રન બનાવવામાં સફળ રહી હતી.
આ પહેલા વેસ્ટ ઈન્ડીઝના કેપ્ટન જેસન હોલ્ડરે ટોસ જીતીને ભારતને બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. કોર્નવોલે પુજારાની વિકેટ લઈને પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરનો જોરદાર પ્રારંભ કર્યો હતો. જ્યારે વેસ્ટ ઈન્ડીઝના કેપ્ટન જેસન હોલ્ડરે ભારતના બન્ને ઓપનરને પેવેલિયન ભેગા કર્યા હતાં.
મંયક અગ્રવાલ 55 અને કેપ્ટન વિરાટ કોહલી 76 રન બનાવીને આઉટ થયાં હતા. નોંધનીય છે કે ભારતીય ટીમ બે ટેસ્ટ મેચની સીરીઝના પહેલા મુકાબલામાં 318 રનથી જીતવામાં સફળ રહી હતી અને ટીમ સીરીઝમાં 1-0થી આગળ છે.
