ભારત Vs વેસ્ટ ઈન્ડિઝઃ ભારતે 5 વિકેટના નુકશાને 264 રન બનાવ્યા
Live TV
-
ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે બે ટેસ્ટ મેચની સિરિઝની બીજી ટેસ્ટ મેચ શુક્રવારે કિંગસ્ટન મેદાનમાં રમાઈ હતી. જેમાં વેસ્ટઈન્ડિઝની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
ભારતની શરૂઆત પ્રારંભીક શરૂઆત નબળી રહી હતી અને ઓપનર ખેલાડી કે.એલ.રાહુલ માત્ર 13 રન બનાવીને પેવેલિયન ભેગા થઈ ગયા હતા. ત્યાર બાદ મંયક અગ્રવાલ 55 અને કેપ્ટન વિરાટ કોહલીના 76 રનના કારણે ટીમ ઈન્ડિયા પ્રથમ દિવસે મેચ પૂર્ણ થતાં સુધીમાં પાંચ વિકેટ પર 264 રન બનાવવામાં સફળ રહી હતી.
મયંક અગ્રવાલ 55 અને કેપ્ટન વિરાટ કોહલી 76 રન બનાવીને આઉટ થયાં હતા. ભારતીય ટીમ બે ટેસ્ટ મેચની સીરીઝના પહેલા મુકાબલામાં 318 રનથી જીતવામાં સફળ રહી હતી અને ટીમ સીરીઝમાં 1-0થી આગળ છે.
