ટેનિસ : ચોથી અને અંતિમ ગ્રાન્ડ સ્લેમ યુએસ ઓપન ન્યૂયોર્કમાં શરૂ થઈ
Live TV
-
વર્ષની ટેનિસની ચોથી અને અંતિમ ગ્રાન્ડ સ્લેમ ઈવેન્ટ યુએસ ઓપન ગઈકાલે રાત્રે ન્યૂયોર્કમાં શરૂ થઈ હતી. સર્બિયાના સ્ટાર ખેલાડી નોવાક જોકોવિચે ફ્રેંચ ખેલાડી એલેક્ઝાન્ડર મુલરને 6-0, 6-2, 6-3થી હરાવીને મેન્સ સિંગલ્સના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. આ જીત સાથે જોકોવિચે સ્પેનના કાર્લોસ અલ્કારાઝને પાછળ છોડીને વિશ્વના નંબર 1 ખેલાડીનો દરજ્જો પાછો મેળવી લીધો છે. બીજા રાઉન્ડમાં તેનો મુકાબલો સ્પેનની બર્નાબે ઝપાટા મિરાલેસ સામે થશે. દરમિયાન, ક્રોએશિયાના બોર્ના ગોજોએ પણ બોલિવિયાના હ્યુગો ડેલિયનને 6-3, 6-3, 6-1થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો. આ પહેલા રશિયન ખેલાડી સ્ટેફાનોસ સિત્સિપાસ અને નોર્વેના કેસ્પર રૂડ પણ બીજા રાઉન્ડમાં પહોંચી ગયા છે. જ્યારે ડેનમાર્કનો ખેલાડી હોલ્ગર રુન સ્પર્ધામાંથી બહાર થઈ ગયો છે. વિમેન્સ સિંગલ્સમાં ડેનમાર્કની અનુભવી ખેલાડી કેરોલિન વોઝનિયાકીએ રશિયાની તાત્યાના પ્રોઝોરોવાને 6-3, 6-2થી હરાવીને આગળના રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો છે. પોલેન્ડની મેગ્ડા લિનેટે પણ બેલારુસની એલિયાકસાન્દ્રા સાસ્નોવિચને 6-3, 6-1થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો. આ અગાઉ અમેરિકન સ્ટાર ખેલાડી કોકો ગોફ, ડિફેન્ડિંગ ચેમ્પિયન પોલેન્ડની ઇંગા સ્વાઇટેક, ચેક રિપબ્લિકની કેરોલિના માચોવા, સ્વીડનની બેલિંડા બેન્સિક, બેલારુસની વિક્ટોરિયા અઝારેન્કા અને ઓસ્ટ્રેલિયાની ડારિયા સેવિલે પણ મહિલા સિંગલ્સના બીજા રાઉન્ડમાં પહોંચી ગઈ છે.
