Skip to main content
Settings Settings for Dark

ટેબલ ટેનિસ ખેલાડી હરમીત દેસાઈએ ગોલ્ડ મેડલ હાંસલ કરી ગુજરાત અને દેશનું ગૌરવ વધાર્યું

Live TV

X
  • ઓરિસ્સાના કટકમાં યોજાયેલા 21 કોમનવેલ્થ ચેમ્પિયનશિપ સિંગલ્સ કેટેગરીમાં ટેબલ ટેનિશમાં  જીત હાંસલ કરી હરમિતે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું

    ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી અને સુરતના રહેવાસી હરમીત દેસાઈએ ફરી એક વખત ગોલ્ડ મેડલ હાંસલ કરી ગુજરાત અને દેશનું ગૌરવ વધાર્યું છે. ઓરિસ્સાના કટકમાં યોજાયેલા 21 કોમનવેલ્થ ચેમ્પિયનશિપ સિંગલ્સ કેટેગરીમાં ટેબલ ટેનિસમાં જીત હાંસલ કરી હરમિતે ગોલ્ડ મેડલ પ્રાપ્ત છે. મેન્સ સિંગલ્સની ફાઈનલમાં હરમીત દેસાઈએ જી સાથિયાનને રોમાંચક મેચમાં 4-3 થી હરાવ્યો હતો. છેલ્લા રાઉન્ડમાં હરમિતે બાજી મારતાં તેના પરિવાર અને તેમના ચાહકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

    ઓરિસ્સાના કટકમાં યોજાયેલા 21 કોમનવેલ્થ ચેમ્પિયનશિપ સિંગલ્સ કેટેગરીમાં ટેબલ ટેનિશ માં  જીત હાંસલ કરી હરમિતે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું છે. છેલ્લા રાઉન્ડમાં હરમિતે બાજી મારી જીત પોતાના નામે કરી  ગોલ્ડ મેડલ અંકે કરી લીધો  હતો. જેથી તેના પરિવાર અને તેમના ચાહકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

    સામાન્ય રીતે ટેબલ ટેનિશમાં ચીન તેમજ જાપાન કોરિયા જેવા દેશોનું પ્રભુત્વ રહ્યું છે ત્યારે ઓરિસ્સાના કટકમાં રમાય રહેલી 21 કોમન વેલ્થ ચેમ્પિયનશીપમા ફરી એક વાર સુરતના હરમિત દેસાઇએ ટેબલ ટેનિસ ક્ષેત્રે દુનિયાભરમાં ગુજરાતનું નામ ઉજ્જવળ કર્યું છે. હરમીત દેસાઇએ સિંગલ મેનની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. મેન્સ સિંગલ્સની ફાઈનલમાં હરમીત દેસાઈએ જી સાથિયાનને રોમાંચક મેચમાં 4-3થી હરાવ્યો હતો. પોતાની આ જીતને લઈ હરમીત એ જણાવ્યું હતું કે નાનપણનું સપનું હતું કે તે આ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવે અને આજે તે સપનું સાકાર થયુ છે. આખી ટુર્નામેન્ટ સારી રહી અને  દરેક ગેમમાં પ્રદર્શન પણ સારી રીતે કરવા મળ્યું.

    આ ચેમ્પ્યિશીપમાં હરમીત દેસાઇ સિગલ મેન તરીકે ટેબલ ટેનિશ રમી રહ્યો હતો. એક પછી એક મેચની જીત બાદ આખરે જી સાથિયાન અને હરમિત દેસાઇ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી. ખાસ કરીને હરમિતની સામે રમી રહેલો જી સાથિયાન ટેબલ ટેનિસમાં વર્લ્ડમાં 24 મો સ્થાન ધરાવે છે. સાથિયાન સામે મેચ જીતવી એ હરમિત માટે ખુબ જ કઠીન હતું. જો કે હરમિતે હાર માની ન હતી અને જીત પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આખરે હરમિતની મહેનત રંગ લાવી હતી અને છેલ્લા રાઉન્ડમાં હરમિતે જીત નોધાવીને પોતાના નામે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જો કે આ ટુર્નામેન્ટ ઓરિસ્સામાં રમાઇ રહી છે ત્યારે સુરતમાં રહેતા હરમિતના માતા અને પિતા પણ આ  ફાઇનલ ઉપર નજર રાખી રહ્યા હતા જ્યારે હરમીતને ગોલ્ડમેડલ મળ્યો ત્યારે તેમની ખુશીનો  કોઇ પાર ન રહ્યો હતો.

    ટેબલ ટેનિશ ક્ષેત્રે  ગોલ્ડમેડાલીસ્ટ  હરમિતે  જે સિદ્ધિ મેળવી છે તે સુરત અને ગુજરાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને ગૌરવ સમાન બાબત છે કારણ કે અત્યાર સુધી જેટલા પણ કોમનવેલ્થ ગેમ થયા છે તેમાં ટેબલ ટેનિસમાં અત્યાર સુધી બે  જ ગોલ્ડમેડલ ભારતને મળ્યા છે. જે પૈકી  એક ગોલ્ડ મેડલ હવે હરમિતે પોતાના  નામે કર્યો છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply