શ્રીલંકાના સ્ટાર ખેલાડી લસીથ મલિંગાએ વનડે ક્રિકેટમાંથી સન્યાસ લીધો
Live TV
-
શ્રીલંકાના ક્રિકેટ સ્ટાર ખેલાડી લસીથ મલિંગાએ વનડે ક્રિકેટમાંથી સન્યાસ લઈ લીધો છે. મલિંગાએ શુક્રવારે બાંગ્લાદેશ સામે 3 વનડે મેચની સિરિઝની પ્રથમ મેચ રમીને વનડેમાંથી સંન્યાસ લીધો છે. પોતાના ક્રિકેટ કાર્યકાળની અંતિમ વનડે મેચમાં મલિંગાનું શ્રેષ્ઠ પ્રદર્શન જોવા મળ્યું હતું. મલિંગાના દમદાર પ્રદર્શનના દમ પર શ્રીલંકાએ બાંગ્લાદેશ સામે 51 રનેથી જીત હાંસલ કરી. ઉલ્લેખનીય છે કે, મલિંગાએ 15 વર્ષની ક્રિકેટ કારકિર્દીમાં 226 મેચ રમીને 338 વિકેટ ઝડપી છે.
