Skip to main content
Settings Settings for Dark

નડિયાદના રાજ્યસ્તરીય સંકુલમાં ખેલ મહાકુંભ અંતર્ગત જુડો સ્પર્ધાનું આયોજન 

Live TV

X
  • રમત ગમત થકી,રમત ગમતને પ્રોત્સાહન આપવા અને રમત ગમત થકી સ્વસ્થ શરીર માટે ખેલમહાકુંભની શરૂઆત થઈ હતી. ગુજરાત રાજ્યમાંથી અનેક ખેલાડીઓ અનેક રમતોમાં રાજ્ય સ્તરે રાષ્ટ્રીય સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ લઈને આવ્યા છે. 

    ત્યારે ખેડા જિલ્લા રમત ગમત ખાતાની કચેરીના ઉપક્રમે ખેડા જિલ્લાના નડિયાદ ખાતે રાજ્ય સ્તરીય રમત ગમત સંકુલ બનાવવામાં આવ્યું છે. તેમાં તમામ પ્રકારની સુવિધાઓ છે. આ સંકુલમાં રાજ્ય કક્ષાનો ખેલ મહાકુંભ જુડો સ્પર્ધા અંડર 14, અંડર 17 રમાઇ રહી છે. 

    સમગ્ર ગુજરાત રાજ્યના 33 જિલ્લાના રાજ્ય કક્ષાના જુડો સ્પર્ધામાં રમતવીરો ભાગ લેવા અહીં આવી પહોંચ્યા છે. અને તેમની વચ્ચે 25, 40, 60 કિલોની વિવિધ કેટેગરીમાં સ્પર્ધાઓ રમાઇ રહી છે.આ તમામ નાના જૂડોના સ્પર્ધકો અહીં આવી કંઈક નવો રોમાંચ અનુભવી રહ્યા છે.તમામ સ્પર્ધકો એક્સપર્ટ કોચ દ્વારા કોચિંગ લઈને રાજ્યકક્ષા સુધી પહોંચેલા છે. આ સ્પર્ધામાં પણ જજીસ તરીકે જુડો એસોસિએશન માન્ય જજ અહીં આવેલા છે. 

    આ સ્પર્ધા દરમ્યાન આવેલા રાજ્યમાંથી વિવિધ કોચ ,જજીસ તેમજ વિદ્યાર્થીઓ, સ્પર્ધકો , ગુજરાત સરકાર ,ભારત સરકારનો આભાર માને છે અને કહે છે કે, ખેલ મહાકુંભ ન હોત તો અમારામાં રહેલી રમત ગમત પ્રત્યેની શક્તિઓ , અમે બહાર ન કઢી શક્યા હોત. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply