બાંગ્લાદેશે ત્રણ ટી-20 ક્રિકેટ મેચોની પ્રથમ મેચમાં ભારતને હરાવ્યું
Live TV
-
ભારતને સાત વિકેટે હરાવીને બાંગ્લાદેશે 1-0થી બઢત મેળવી
બાંગ્લાદેશે ત્રણ ટી-20 ક્રિકેટ મેચોની શ્રેણીની પહેલી મેચમાં ભારતને સાત વિકેટે હરાવીને 1-0થી બઢત મેળવી લીધી છે. ગઇકાલે રાત્રે નવી દિલ્હીમાં રમાયેલ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને બોલિંગ કરવા નિર્ણય કર્યો હતો. ભારતે નિર્ધારિત 20 ઓવરમાં છ વિકેટના નુકસાને 148 રન બનાવ્યા હતા.
શિખર ધવને 41, ઋષભ પંતે 27 અને શ્રેયસ અય્યરે 22 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશના શફીઉલ ઇસ્લામ અને અમીનુલ ઇસ્લામે બે વિકેટો ઝડપી હતી. 149 રનના લક્ષ્યાંક સામે બાંગ્લાદેશે 19.3 ઓવરમાં ત્રણ વિકેટના નુકસાને 154 રન બનાવીને મેચ જીતી લીધી હતી. મુશફિકુર રહીમ 60 રન બનાવી અણનમ રહ્યો હતો. દિપક ચહર, ખલીલ અહેમદ અને યુજવેન્દ્ર ચહલે એક - એક વિકેટ ઝડપી હતી.
