પાકિસ્તાનને હરાવીને U-19 ક્રિકેટ વર્લ્ડ કપના ફાઈનલમાં પહોંચ્યું ભારત
Live TV
-
U-19 વિશ્વ કપમાં ભારતે પાકિસ્તાનને દસ વિકેટે હરાવ્યું છે. આ મેચ જીતીને ભારત સાતમી વખત ફાઈનલમાં પહોંચ્યું છે. ભારતે અંડર- નાઈન્ટીનની વર્લ્ડકપની સેમિફાનલમાં દક્ષિણ આફ્રિકાના સેન્વેસ પાર્ક ખાતે 35.2 ઓવરમાં વિના વિકેટે 176 રન કરીને જીત મેળવી હતી. યશસ્વી જયસ્વાલે 105 રન અને દિવ્યાંશ શર્માએ અણનમ 59 રન બનાવ્યા હતા. આ અગાઉ પાકિસ્તાને 172 રન નોંધાવીને ભારતને 173 રનનું વિજ્ય લક્ષ્ય આપ્યું હતું. પાકિસ્તાનની ટીમ 43 ઓવરમાં 172 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાન તરફથી રોહૈલ નઝીરે સૌથી વધુ 62 રન નોંધાવ્યા હતા. ભારતીય બોલર સુશાંત મિશ્રાને સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપવામાં સફળતા મળી હતી..
