ભારત ન્યૂઝિલેન્ડ ટેસ્ટ મેચ માટે થયું ટીમનું એલાન
Live TV
-
ઈજાગ્રસ્ત રોહિત શર્માને સ્થાને શુભમન ગિલનો ટીમમાં પુનઃ સમાવેશ થયો છે.
ન્યૂઝિલેન્ડ સામે આજ મહિનાના અંતે શરૂ થનારી 2 ટેસ્ટ મેચની સિરીઝ માટે , ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. BCCIએ ટેસ્ટની સીરિઝ માટે , 16 ખેલાડીઓની ટીમ જાહેર કરી છે. ઈજાગ્રસ્ત રોહિત શર્માને સ્થાને , શુભમન ગિલનો , ટીમમાં પુનઃ સમાવેશ થયો છે. જ્યારે પૃથ્વી શોને પણ , ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. તો બીજા વિકેટ કિપર તરીકે , ઋષભ પંતને સ્થાન અપાયું છે. બોલર તરીકે ઇશાંત શર્માની , લાંબા સમય બાદ વાપસી થઈ છે. જો કે ઇશાંતની ટેસ્ટ ટીમમાં પસંદગી , ફિટનેસ ટેસ્ટ પાસ કરે તેના પર આધારીત છે. નવદીપ સૈની , ભારત માટે ટેસ્ટમાં ડેબ્યુ કરી શકે છે. આ ઉપરાંત ટીમમાં મોહમ્મદ શમી, બુમરાહ , અને ઉમેશ યાદવ જેવા અનુભવી ફાસ્ટ બોલર્સનો સમાવેશ કરાયો છે. ભારતીય ટીમ પર એક નજર કરીએ , તો વિરાટ કોહલી કેપ્ટન, મયંક અગ્રવાલ, પૃથ્વી શો, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રિદ્ધિમાન સાહા વિકેટ કીપર, રૂષભ પંત, આર. અશ્વિન, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, ઉમેશ યાદવ, મોહમ્મદ. શમી, નવદીપ સૈની , અને ઇશાંત શર્માનો સમાવેશ કરાયો છે
