ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લા 4 વર્ષમાં 11 દેશમાં 204 મેચ રમી, સતત બે વર્ષ 53 ટુર્નામેન્ટમાં ભાગ લીધો
Live TV
-
વર્ષ 2019માં ભારત 52 મેચ રમ્યું...ભારતીય ટીમ છેલ્લા 4 વર્ષમાં સૌથી વધારે વનડે રમી, 2018માં સૌથી વધારે 14 ટેસ્ટ રમી
વર્ષ 2019માં ભારત 52 મેચ રમ્યું
ભારતીય ટીમ છેલ્લા 4 વર્ષમાં સૌથી વધારે વનડે રમી, 2018માં સૌથી વધારે 14 ટેસ્ટ રમી
ભારતીય ટીમે ગયા વર્ષે મેદાન ઉપર 79 દિવસ વિતાવ્યા, સરેરાશ પ્રત્યેક પાંચમા દિવસે મેચ રમી
ઈગ્લેન્ડ છેલ્લા 8 મહિનામાં સૌથી વધારે 11 ટેસ્ટ રમ્યું, ઓસ્ટ્રેલિયા 10 અને ભારત 7 મેચ રમ્યા
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની ટીમ વધારે પડતી ક્રિકેટ રમવાથી પરેશાન છે. તેમણે કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયા સામે સિરીઝ બાદ અમે સીધા ન્યૂઝીલેન્ડ
પહોંચ્યા. આ સંજોગોમાં તાલમેલ સાંધવામાં ઘણી મુશ્કેલી પડે છે.ગત 4 વર્ષના આંકડાને જોઈએ તો ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટનની ચિંતા વ્યાજબી
જણાય છે. ટીમ ઈન્ડિયા વર્ષ 2016થી 2019 વચ્ચે 11 દેશનો પ્રવાસ કર્યો છે. તેમા ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ઈગ્લેન્ડ, શ્રીલંકા, દુબઈ, બાંગ્લાદેશ, દક્ષિણ
આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ, ન્યૂઝીલેન્ડ, આયર્લેન્ડ, ઝીમ્બાબ્વેનો સમાવેશ થાય છે. આ દરમિયાન ભારતીય ટીમ ત્રણ ફોર્મેટ (ટેસ્ટ,વનડે અને T-20)માં કુલ
204 મેચ રમી છે. આ પૈકી સૌથી વધારે 90 વન ડે છે. આ સમય ગાળા દરમિયાન ભારતીય ટીમ 69 T-20 અને 45 ટેસ્ટ પણ રમી હતી.
4 વર્ષ પૈકી બે વર્ષ તો એવા રહ્યા છે કે જ્યારે ભારતીય ટીમે 53 મેચ રમી હતી. ટીમ ઈન્ડિયા વર્ષ 2018માં સૌથી વધારે 14 ટેસ્ટ રમી હતી. આ સમય
ગાળા દરમિયાન તેમણે મેદાન ઉપર સૌથી વધારે 97 દિવસ પસાર કર્યા હતા. સરેરાશ ભારતીય ટીમ પ્રત્યેક ચાર દિવસ મેદાન પર રહી હતી.
