પાકિસ્તાની ક્રિકેટ ટીમ આજે અમદાવાદ પહોંચી
Live TV
-
ક્રિકેટ વર્લ્ડ કપ શરૂ થઈ ગયો છે. ભારત-પાકિસ્તાન વચ્ચે આગામી 14મી ઓક્ટોબરના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેચ રમાવાની છે. તે પહેલાં પાકિસ્તાની ક્રિકેટ ટીમ આજે અમદાવાદ ખાતે આવી પહોંચી છે.
પાકિસ્તાની ટીમ બપોરના સાડા ત્રણ વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચી હતી. જ્યાંથી આ ટીમ આશ્રમ રોડ પર આવેલી હોટલ હયાત રિજન્સી ખાતે પહોંચી હતી.
