ICC વર્લ્ડ કપમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે મેચ
Live TV
-
અગાઉ ભારતે પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે જીત હાંસલ કરી હતી.
ICC વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમ આજે અફઘાનિસ્તાન સામે મેદાને ઉતરશે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં બપોરે 2 વાગ્યા પછીથી આ મેચ રમવામાં આવશે. અગાઉ ભારતે પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે જીત હાંસલ કરી હતી. અફઘાનિસ્તાને પ્રથમ મેચમાં બાંગ્લાદેશ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે, અફઘાનિસ્તાનની ટીમ વન ડેમાં ભારતને હરાવવામાં અસફળ રહી છે. ઉલ્લેખનીય છે કે, વન ડે મેચમાં ભારત અને અફઘાનિસ્તાનનો સામનો વર્ષ 2019ના વિશ્વકપમાં થયો હતો જેમાં, ભારતે અફઘાનિસ્તાનને હરાવવા ઘણી મહેનત કરી હતી. વર્લ્ડકપમાં ગઈકાલે બે મેચ રમવામાં આવી હતી. મંગળવારે હૈદરાબાદમાં પાકિસ્તાને શ્રીલંકાને 6 વિકેટથી હરાવ્યું હતું, ધર્મશાળામાં ઈંગ્લેન્ડે બાંગ્લાદેશ પર 137 રનથી જીત મેળવી હતી.
