વર્લ્ડકપમાં ભારતની બીજી જીત, અફઘાનિસ્તાનને આઠ વિકેટે આપી માત
Live TV
-
જસપ્રિત બુમરાહના નેતૃત્વમાં બોલરોની મજબૂત રમત બાદ ભારતે કેપ્ટન રોહિત શર્માની રેકોર્ડબ્રેક ઇનિંગ્સના આધારે અફઘાનિસ્તાનને આઠ વિકેટે હરાવ્યું હતું. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ જીતીને ભારતે ODI વર્લ્ડ કપમાં બીજી જીત નોંધાવી છે. અફઘાનિસ્તાનના કેપ્ટન હસમતુલ્લાહ શાહિદીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી.
આખી ટીમ 50 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 272 રન બનાવી શકી હતી. ભારતે આ લક્ષ્યાંક 35 ઓવરમાં મેળવી લીધો હતો. રોહિત શર્માએ 84 બોલમાં 16 ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 131 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ પણ અડધી સદી ફટકારી હતી.
કોહલી 55 રન બનાવીને અણનમ રહ્યો હતો. અફઘાનિસ્તાન તરફથી શાહિદીએ 80 રન અને અઝમતુલ્લા ઝાઝાઈએ 62 રન બનાવ્યા હતા.કપિલ દેવે 1983ના વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે સામે રમતા 72 બોલમાં સદી ફટકારી હતી. રોહિત શર્માએ ICC વર્લ્ડ કપમાં 7 સદી ફટકારીને સચિન તેંડુલકરનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. આજે વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયાનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થશે.
