Skip to main content
Settings Settings for Dark

વર્લ્ડ કપ 2023માં આજે ન્યુઝીલેન્ડનો મુકાબલો બાંગ્લાદેશ સાથે થશે

Live TV

X
  • ચેન્નઈના એમ.એ ચિદંબરમ સ્ટેડિયમમાં બપોરે 2 વાગ્યે આ મેચની શરૂઆત થશે.

    ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં આજે ન્યુઝીલેન્ડનો મુકાબલો બાંગ્લાદેશ સાથે થશે. ચેન્નઈના એમ.એ ચિદંબરમ સ્ટેડિયમમાં બપોરે 2 વાગ્યે આ મેચની શરૂઆત થશે. ન્યુઝીલેન્ડે પ્રથમ મુકાબલામાં ઇંગ્લેન્ડ અને બીજી મેચમાં નેધરલેન્ડને હરાવ્યું હતું.. બાંગ્લાદેશે પ્રથમ મેચમાં અફધાનિસ્તાનને હરાવ્યું હતું, જ્યારે ઇંગ્લેન્ડ સામે પરાજય થયો હતો. આજની મેચમાં સાત મહિના બાદ ન્યુઝીલેન્ડના કેન વિલિયમસન્સની કેપ્ટન તરીકે વાપસી થશે. અત્યાર સુધી વિશ્વકપમાં બંને ટીમ પાંચ વાર એક બીજા સાથે ટકરાઇ છે અને દરેક વખતે ન્યુઝીલેન્ડે બાંગ્લાદેશને હાર આપી છે.

    ગઇકાલે રમાયેલ મેચમાં દક્ષિણ આફ્રીકાએ પાંચ વખત વર્લ્ડ કપ વિજેતા ઓસ્ટ્રેલિયાને 134 રને પરાજય આપ્યો હતો. વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયાની આ સતત બીજી હાર છે. સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને 312 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેની સામે ઓસ્ટ્રેલિયાની ટીમ 177 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. સાઉથ આફ્રિકાના ક્વિંટેન ડિ કોકે 8 ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકારીને 109 રનની ઈનિંગ રમી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply