વર્ષ 2023ના ‘મેન્સ એથ્લીટ ઓફ ધ યર એવોર્ડ’ માટે નીરજ ચોપરા નોમિનેટ
Live TV
-
વર્લ્ડ એથ્લેટિક્સે 11 નામાંકિત વ્યક્તિઓની યાદી જાહેર કરી.
વિશ્વ એથ્લેટિક્સે નીરજ ચોપરાને વર્ષ 2023ના ‘મેન્સ એથ્લીટ ઓફ ધ યર એવોર્ડ’ માટે નામાંકિત કરવામાં આવ્યા છે. ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપરાએ ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. વર્લ્ડ એથ્લેટિક્સે નીરજ ચોપરાના નામાંકનની જાહેરાત કરી છે. વર્લ્ડ એથ્લેટિક્સે એથ્લેટિક્સના નિષ્ણાંતોની આંતરરાષ્ટ્રીય પેનલ દ્વારા પસંદ કરવામાં આવેલ 11 નામાંકિત વ્યક્તિઓની યાદી જાહેર કરી છે. જેમાં 6 મહાદ્વીપના પ્રતિનિધિઓ શામેલ છે.
11મી ડિસેમ્બરે વર્લ્ડ એથ્લેટિક્સના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિજેતાના નામની જાહેરાત કરવામાં આવશે. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરા પ્રથમ ભારતીય ખેલાડી છે. નીરજ ચોપરાએ હંગેરીના બુડાપેસ્ટમાં રમાયેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં, 19મી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
