પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય ટિમને ICC વર્લ્ડકપ માટે શુભેચ્છા પાઠવી
Live TV
-
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ICC વિશ્વકપની ફાઇનલ મેચ રમાઈ રહી છે. ત્યારે મેચ શરૂ થતા પહેલા એર શૉ સહિતના વિવિધ રંગારંગ કાર્યક્રમો યોજાયા હતા. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષકોનો જમાવડો થઈ ગયો છે. આજની મેચ જોવા માટે દુનિયાના અનેક દેશોમાંથી ક્રિકેટ રસીકો અમદાવાદ ખાતે આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનથી ચૂંટણી રેલી દરમિયાન ભારતીય ટીમને શુભેચ્છા પાઠવી હતી. તો કેન્દ્રીય રમત-ગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુરે પણ કહ્યું છે કે, ભારતીય ટીમ દેશવાસીઓની અપેક્ષા મુજબ ખરી ઉતરશે.
