ભારતીય ટીમ ફાઇનલ મેચ માટે સંપૂર્ણ રીતે તૈયાર: ભારતીય કેપ્ટન રોહિત શર્મા
Live TV
-
ભારતીય ટીમ ફાઇનલ મેચ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને ટીમ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પૂરતો પ્રયાસ કરશે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચ રમવામાં આવશે. ક્રિકેટની ફાઇનલ મેચ પહેલા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોનફોરન્સ કરી હતી અને પત્રકારો સાથે ખાસ વાતચીત કરી હતી. રોહિત શર્માએ કેપ્ટન બન્યા પછી આ દિવસ માટે તૈયાર હોવાનું જણાવ્યું હતું. ભારતીય ટીમ ફાઇનલ મેચ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને ટીમ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પૂરતો પ્રયાસ કરશે. રોહિત શર્માએ જણાવ્યું કે રાહુલ દ્રવિડે તમામ ખેલાડીઓને મુક્તપણે રમવાની આઝાદી આપી છે, જેથી ખેલાડીઓ વધુ સારું પ્રદર્શન કરી શક્યા છે.
અમદાવાદ સુરક્ષા બંદોબસ્ત
અમદાવાદમાં રમાનારી ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચને નિહાળવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક VIP આવી રહ્યા છે. જેને પગલે શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 4 IG-DIG, 23 DCP , 39 ACP , 92 PI, 200 જેટલા PSI સહિત કુલ 6 હજાર પોલીસકર્મી ફરજ પર તૈનાત રહેશે. સ્ટેડિયમની અંદર 3 હજારથી વધુ RAF જવાનો તૈનાત હશે. ઉપરાંત ડ્રોન, NDRF , ચેતક કમાન્ડો પણ તૈનાત રહેશે. ટીકિટના કાળાબજાર કરનારા સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે. મેચ બાદ રોડ શો યોજાય તો તેને માટે પોલીસ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. સ્ટેડિયમની અંદર માત્ર દવાઓ,મોબાઈલ,પર્સ અને ફ્લેગ જ લઈ જઈ શકાશે.
