Skip to main content
Settings Settings for Dark

IND vs AUS: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે વર્લ્ડ કપનો ફાઈનલ મુકાબલો

Live TV

X
  • શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

    અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાવાની છે. બપોરે બે વાગ્યે મેચ શરૂ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના ઉપ-પ્રધાનમંત્રી રિચર્ડ માર્લ્સ સહિત અનેક ગણમાન્ય અતિથિઓ આ મેચ જોવા માટે આવશે. મેચ પહેલા એક એર શોનું આયોજન કરવામાં આવ્યું છે. વાયુ સેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભાગ લેશે.

    અમદાવાદમાં રમાનારી ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચને નિહાળવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક VIP આવી રહ્યા છે. જેને પગલે શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તે અંગે માહિતી આપતા શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકે જણાવ્યું હતું કે 4 IG-DIG,  23 DCP , 39 ACP , 92 PI,  200 જેટલા PSI સહિત કુલ 6 હજાર પોલીસકર્મી ફરજ પર તૈનાત રહેશે. સ્ટેડિયમની અંદર 3 હજારથી વધુ RAF જવાનો તૈનાત હશે.  ઉપરાંત ડ્રોન, NDRF , ચેતક કમાન્ડો પણ તૈનાત રહેશે. ટિકિટના કાળાબજાર કરનારા સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે. મેચ બાદ જો રોડ શો યોજાય તો તેને માટે પોલીસ દ્વારા તૈયારીઓ કરાઇ છે. સ્ટેડિયમમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટેડિયમ ખાતે વિશેષ કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. તો સ્ટેડિયમની અંદર માત્ર દવાઓ, મોબાઈલ, પર્સ અને ફ્લેગ જ લઈ જઈ શકાશે.

    ફાઈનલ મેચને અમદાવાદ શહેર પોલીસ સુરક્ષાને લઈ સજ્જ થઈ ગઈ છે. શહેરમાં પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. દેશવિદેશના ક્રિકેટ ફેન્સ આવી રહ્યા છે ત્યારે અમદાવાદમાં આ માહોલ અનેરો બની ગયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply