બીસીસીઆઈના વર્ષ 2020ના કૉન્ટ્રાક્ટ લિસ્ટ માંથી મહેન્દ્ર સિંહ ધોની બહાર
Live TV
-
પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોની સહિત ચાર ખેલાડીઓને પડતા મૂક્યા.
BCCIએ આજે ખેલાડીઓનું કોન્ટ્રાક્ટ લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું નામ લીસ્ટમાં સામેલ કર્યું નથી. ધોનીને ગત વર્ષે A ગ્રેડ કોન્ટ્રેક્ટ મળ્યો હતો. આ વર્ષે વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહને જ બોર્ડે A પ્લસ ગ્રેડમાં રાખ્યા છે. ગત વર્ષે પણ આ ત્રણ ખેલાડીઓ A પ્લસ ગ્રેડમાં હતા. આ વર્ષે બોર્ડે 27 ખેલાડીઓ સાથે કરાર કર્યો છે. તો રિદ્ધિમાન સાહા અને કે.એલ. રાહુલને બોર્ડે પ્રમોટ કર્યા છે. રાહુલ ગત વર્ષે ગ્રેડ Bમાં હતા, આ વખતે તેમને A ગ્રેડમાં સામેલ કરવામાં આવ્યા છે
