ભારતના કિદામ્બી શ્રીકાંત અને એચ એસ પ્રણોય ટોક્યોમાં રમાઇ રહેલી જાપાન બેડમિંટન ટુર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પહોંચ્યા
Live TV
-
આજે પીવી સિંધુ પ્રથમ રાઉન્ડની મેચ રમશે
ભારતના કિદામ્બી શ્રીકાંત અને એચએસ પ્રણય ટોક્યોમાં જાપાન ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પહોંચી ગયા છે. શ્રીકાંતે પ્રથમ રાઉન્ડમાં તાઈવાનના ચાઉ તિયાન ચેનને 21-13, 21-13 અને પ્રણોયે ચીનના લી શિફેંગને 21-17, 21-13થી પરાજય આપ્યો હતો.
મહિલા ડબલ્સ સ્પર્ધામાં ભારતની ટોચની જોડી ગાયત્રી ગોપીચંદ અને ત્રિશા જોલી બીજા રાઉન્ડમાં પહોંચી ગઈ છે. પરંતુ વિમેન્સ સિંગલ્સમાં આકર્ષિ કશ્યપ જાપાનની અકાને યામાગુચી સામે 17-21, 17-21થી હારી ગઈ હતી. મિક્સ ડબલ્સમાં સિક્કી રેડ્ડી અને રોહન કપૂરની ભારતીય જોડી પણ પ્રથમ રાઉન્ડમાં હારી ગઈ હતી.
આજે પીવી સિંધુ પ્રથમ રાઉન્ડની મેચ રમશે. મેન્સ ડબલ્સમાં આજે સાત્વિક સાઇરાજ અને ચિરાગની જોડી પણ ટકરાશે. મેન્સ સિંગલ્સમાં લક્ષ્ય સેન, મિથુન મંજુનાથ અને પ્રિયાંશુ રાજાવત પણ આજે પોતાની મેચ રમશે.
