વેસ્ટઇન્ડિઝમાં છઠ્ઠી ટેસ્ટ સિરીઝની જીત પર ભારતની નજર, ભારતે 2 વિકેટે 181 રન પર બીજો દાવ ડિકલેર કર્યો
Live TV
-
ભારતે 2 વિકેટે 181 રન પર બીજો દાવ ડિકલેર કર્યો, પોર્ટ ઓફ સ્પેન રમાયેલી બીજી ટેસ્ટ જીતવા માટે વેસ્ટ ઈન્ડિઝને 365 રનનો ટાર્ગેટ આપ્યો
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પોર્ટ ઓફ સ્પેનમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટના ચોથા દિવસની રમત સમાપ્ત થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામે 365 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. જવાબમાં દિવસની રમતના અંત સુધી યજમાન ટીમે બે વિકેટે 76 રન બનાવી લીધા છે. તેજનારાયણ ચંદ્રપોલ 24 રન અને જર્માઈન બ્લેકવૂડ 20 રને અણનમ પરત ફર્યા છે. ચોથા દિવસની રમત પણ વરસાદને કારણે વિક્ષેપિત થઈ હતી. તો વરસાદને કારણે પાંચમા દિવસે રમત અડધો કલાક વહેલા શરૂ થશે. રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજાની જોડીએ મળીને 500 ટેસ્ટ વિકેટ પૂરી કરી છે. જેમાં અશ્વિને 274 અને જાડેજાએ 226 વિકેટ લીધી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 181/2ના સ્કોર પર ટીમનો બીજો દાવ ડિકલેર કર્યો છે. ભારત પાસે વેસ્ટ ઈન્ડિઝની આઠ વિકેટ લેવા માટે લગભગ 98 ઓવર બાકી છે.
