સાત્વિક સાઈરાજ - ચિરાગ શેટ્ટી ની જોડીએ કોરિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેંટ જીત્યો
Live TV
-
એશિયન ચેમ્પિયન સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ કોરિયા ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટની મેન્સ ડબલ્સની ફાઇનલમાં ઈન્ડોનેશિયાના ફજર અલ્ફિઆન અને મુહમ્મદ રિયાન અર્દિયાંટોને હરાવી. યેઓસુમાં રમાયેલી ફાઈનલમાં તેઓએ ઈન્ડોનેશિયાની જોડીને 17-21, 21-13, 21-14થી હરાવી ટાઈટલ પોતાના નામે કર્યો હતો.
ભારતીય જોડીએ બેડમિન્ટન રેન્કિંગમાં વિશ્વના બીજા નંબરના ખેલાડી લિયાંગ વેઇકાંગ અને ચીનના વાંગ ચાંગને 21-15, 24-22થી હરાવીને ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી હતી.
