ભારતના લક્ષ્ય સેને જાપાન ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો
Live TV
-
ભારતના લક્ષ્યસેને જાપાન ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં કોકી વાતાનબેને પરાજ્ય આપીને પુરૂષોની સિંગલ્સની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આજે રમાયેલી ક્વાર્ટર ફાઇનલમાં લક્ષ્યસેને કોકી વાતાનબે સામે 2-0 થી વિજય મેળવ્યો હતો.
પુરૂષ સિંગલ્સની આજે રમાનારી બીજી ક્વાર્ટર ફાઇનલ મેચમાં ભારતના એચ.એસ. પ્રણોય અને વિશ્વમાં પહેલો ક્રમાંક ધરાવતા ડેન્માર્કના વિક્ટર એક્સેલસન વચ્ચે મુકાબલો થશે.
જોકે પુરૂષો ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં ભારતની સ્વાતિક સાઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીનો જોડીનો પરાજ્ય થતાં તેઓ સ્પર્ધામાં બહાર થયા છે.
