Skip to main content
Settings Settings for Dark

ભારતની યજમાની હેઠળ ક્રિકેટનો મહાસંગ્રામ: ICC વર્લ્ડકપ-2023ની આજથી શરૂઆત

Live TV

X
  • અમદાવાદ ખાતે રમાઇ રહેલ પ્રથમ મેચને દેશ- વિદેશથી જોવા આવેલા ક્રિકેટ રસિકોનો રોમાંચ સાતમા આસમાને, મેચને પગલે પોલીસનું અભેદ સુરક્ષાકવચ

    આજથી ક્રિકેટના મહાકુંભ સમાન ICC વર્લ્ડકપ-2023નો પ્રારંભ થયો છે અને આ સમયે અત્યારે અમદાવાદમાં ક્રિકેટ ફિવર જોવા મળી રહ્યો છે. વર્લ્ડકપની ઓપનિંગ મેચ ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે શરૂ થઈ અને તેમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી છે. ત્યારે ઈંગ્લેન્ડની નબળી શરૂઆત જોવા મળી રહી હતી.

    સ્ટેડિયમમાં અમદાવાદ અને ગુજરાતના ક્રિકેટ ચાહકો તો  મોજુદ છે જ પરંતુ, દેશના અન્ય રાજ્યોમાંથી અને વિદેશમાંથી આવેલા ક્રિકેટ ચાહકો પણ અમદાવાદના આંગણે આવી રહ્યા છે.

    તો બીજી તરફ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે જાહેરાત જાહેરાત કરી છે કે,  BCCI સ્ટેડિયમમાં તમામ દર્શકો માટે વિના મુલ્યે પેકેજ્ડ પીવાનું પાણી આપવામાં આવશે. ત્યારે આજે મેચ શરૂ થતાં પહેલાં સ્ટેડિયમની બહાર ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply