Skip to main content
Settings Settings for Dark

ભારતને બોક્સિંગ ક્ષેત્રે વધુ એક સન્માન, ઇન્ડોનેશિયામાં આયોજીત 23માં બોક્સિંગ પ્રેસિડેન્ટસ કપમાં ભારતને મળ્યા ગોલ્ડ મેડલ

Live TV

X
  • છ વખત બોક્સિંગમાં વિશ્વ વિજયી રહેલી એમ સી મેરી કોમ, અનંત પ્રહલાદ અને નીરજ સ્વામીએ ઇન્ડોનેશિયામાં આયોજીત 23માં બોક્સિંગ પ્રેસિડેન્ટ કપમાં પોતાના વર્ગમાં સુવર્ણ ચંદ્રક મેળવી દેશનું નામ રોશન કર્યું છે.

    છ વખત બોક્સિંગમાં વિશ્વ વિજયી રહેલી એમ સી મેરી કોમ, અનંત પ્રહલાદ અને નીરજ સ્વામીએ ઇન્ડોનેશિયામાં આયોજીત 23માં બોક્સિંગ પ્રેસિડેન્ટ કપમાં પોતાના વર્ગમાં સુવર્ણ ચંદ્રક મેળવી દેશનું નામ રોશન કર્યું છે. મેરી કોમે 51 કિલો વર્ગની સ્પર્ધામાં ઓસ્ટ્રેલિયાની ખેલાડી અપ્રેલ ફ્રેંન્કને 5 શુન્યથી પછાડી ટુર્નામેન્ટમાં સૂવર્ણ પદક પોતાના નામે કર્યો છે. આ ઉપરાંત નીરજ સ્વામીએ પણ સુવર્ણ પદક પોતાના નામે કર્યો છે. નીરજે 49 કિલોગ્રામના વર્ગની ફાયનલમાં ફિલિપીંન્સના મકાડો જુનિયરને 4 એકથી હરાવી નીરજ ગોલ્ડ પોતાના નામે કર્યો છે. ઉલ્લેખનીય છે કે નીરજનો આ પ્રથમ સુવર્ણ પદક છે. તો 52 કિલો વર્ગમાં અનંત પ્રહલાદે અફઘાનિસ્તાનના રહેમાનને 5 શુન્યથી હરાવી સુવર્ણ પદક પોતાના નામે કર્યો છે. ભારતીય બોક્સરોની આ સફળતાને પગલે કેન્દ્રીય રમત ગમત મંત્રી કિરણ રિજિજુએ સુવર્ણ પદકની વિજેતા મેરી કોમને ટ્વિટરના માધ્યમથી જીત માટે અભિનમંદન પાઠવ્યા છે. અને કહ્યું કે તમે ભારતનું ગૌરવ છો. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply