Skip to main content
Settings Settings for Dark

ભારતીય કુશ્તીબાજ મોહિત કુમારે વિશ્વ ચેમ્પિયનશીપમાં ખિતાબ જીતી રચ્યો ઇતિહાસ

Live TV

X
  • ભારતીય કુશ્તીબાજ મોહિતકુમારે વીસ વર્ષની ઓછી વયજૂથની વિશ્વ ચેમ્પિયનશીપમાં ખિતાબ જીતી ઇતિહાસ રચ્યો છે. જોડર્નના અમાન શહેરમાં યોજાયેલી આ સ્પર્ધામાં મોહિતે પુરૂષોની 61 કિલો ફ્રી સ્ટાઇલ શ્રેણીમાં રશિયાના ખેલાડીને 9-8 થી હરાવી સ્પર્ધા જીતી લીધી છે. આ સાથે જૂનિયર વિશ્વ ચેમ્પિયનશીપ જીતનાર તે ચોથો ભારતીય બન્યો છે. આ સાથે જયદીપે 74 કિલો વજનવર્ગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. 79 કિલો વજન વર્ગમાં સાગર જાલને રજત તો 97 કિલો વજનવર્ગમાં દીપક ચહલે કાંસ્ય ચંદ્રકો જીત્યા છે.

    ભારતીય પુરૂષ ફ્રી સ્ટાઇલ ટીમે અત્યાર સુધીમાં કુલ પાંચ ચંદ્રકો જીત્યા છે. મહિલાઓની સ્પર્ધામાં પ્રિયા 76 કિલો વજનવર્ગની ફાયનલમાં પહોંચી છે. ફાયનલમાં તેનો મુકાબલો જર્મનીની ખેલાડી સાથે થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply