ભારતીય ગ્રાન્ડ માસ્ટર આર પ્રજ્ઞાનાનંદાએ ચેસ વિશ્વ કપ 2023માં નવો ઇતિહાસ રચ્યો
Live TV
-
ભારતના મહાન ચેસ ખેલાડી વિશ્વનાથન આનંદે આર પ્રજ્ઞાનાનંદાને શુભેચ્છા આપી હતી.
ભારતીય ગ્રાન્ડ માસ્ટર આર પ્રજ્ઞાનાનંદાએ ચેસ વિશ્વ કપ 2023માં નવો ઇતિહાસ રચ્યો છે. પ્રજ્ઞાનાનંદાએ સોમવારે રોંમાચક સેમી ફાઇનલમાં ટાઇબ્રેક દરમિયાન અમેરિકાના ફાબિયાનો કરુઆનાને બે સેટમાં હાર આપી હતી. ફાબિયાનો કરુઆના વિશ્વના ત્રીજા નંબરના ખેલાડી છે. 18 વર્ષીય આર પ્રજ્ઞાનાનંદા ફાઇનલમાં પહોંચનાર બીજા ભારતીય બન્યા છે. હવે ફાઇનલમાં અમેરિકાના મૈગ્નસ કાર્લસન સાથે રમશે. ભારતના મહાન ચેસ ખેલાડી વિશ્વનાથન આનંદે આર પ્રજ્ઞાનાનંદાને શુભેચ્છા આપી હતી.
