30 ઓગસ્ટ-2023 થી શરૂ થનારા એશિયા કપ માટે ટીમ ઇંડિયાના નામોની જાહેરાત
Live TV
-
ભારતીય ટીમનું નેતૃત્વ કેપ્ટન રોહિત શર્મા કરશે અને હાર્દિક પંડ્યા વાઇસ કેપ્ટન હશે
એશિયા કપ માટે BCCI એ ટીમ ઇન્ડિયાના નામોની જાહેરાત કરી છે. BCCI પસંદગીકારોએ દિલ્હીમાં યોજાયેલી બેઠક બાદ ટૂર્નામેન્ટ માટે 17 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી.
ટીમના કેપ્ટન તરીકે રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન તરીકે પસંદ કરાયા છે. જ્યારે વિકેટ કીપર તરીકે કેએલ રાહુલ, બેટર શ્રેયસ ઐય્યર, બોલર જસપ્રીત બુમરાહ અને કૃષ્ણાનું ટીમમાં પુનરાગમન થયું છે. તો તિલક વર્માનો પણ ટીમમાં સમાવેશ કરાયો છે. સંજુ સેમસનને રિઝર્વ પ્લેયર તરીકે ટીમમાં સ્થાન મળ્યું છે. BCCI નવી દિલ્હી ખાતે પત્રકાર પરિષદના માધ્યમથી આ માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે 30 ઓગસ્ટ-2023 થી શરુ થનારા એશિયા કપની મેચ પાકિસ્તાન અને શ્રીલંકામાં રમાશે. જેમાં ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન સામે છે, જે બીજી સપ્ટેમ્બરના રોજ રમાશે.
BCCI એ એશિયા કપ માટે પસંદ કરેલ 17 સભ્યોની યાદી
- રોહિત શર્મા
- શુભમન ગિલ
- વિરાટ કોહલી
- શ્રેયસ અય્યર
- સૂર્યકુમાર યાદવ
- તિલક વર્મા
- કેએલ રાહુલ
- ઈશાન કિશન
- હાર્દિક પંડ્યા
- રવિન્દ્ર જાડેજા
- શાર્દુલ ઠાકુર
- અક્ષર પટેલ
- કુલદીપ યાદવ
- જસપ્રીત બુમરાહ
- મોહમ્મદ શમી
- મોહમ્મદ સિરાજ
- પ્રસિદ્ધ કૃષ્ણા
