Skip to main content
Settings Settings for Dark

ભારતીય યુવા બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને જીત્યું કેનેડા ઓપનનું ટાઇટલ

Live TV

X
  • ભારતીય યુવા બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને કેનેડા ઓપનનું ટાઇટલ જીતી લીધુ છે.

    ભારતીય યુવા બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને કેનેડા ઓપનનું ટાઇટલ જીતી લીધુ છે. ફાઇનલ મુકાબલામાં ચીનના ખેલાડી લીશી ફેંગને હરાવીને આ ટાઈટલ જીત્યું છે. અગ્રતાક્રમમાં ચીનના ખેલાડીનું સ્થાન 5મું હતું છતાં પણ લક્ષ્ય સેને પોતાના શાનદાર રમત કૌશલ્યથી ફેંગને હરાવ્યો હતો. 

    સમગ્ર ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરનાર લક્ષ્ય સેને પ્રથમ મેચ 21-18થી જીતી હતી જ્યારે બીજી મેચમાં તેને ભારે મહેનત કરવી પડી હતી. આ મેચ 22-20 થી જીતીને લક્ષ્યએ ટાઇટલ પોતાના નામે કર્યું હતું. આ સિઝનમાં લક્ષ્યનું આ પ્રથમ ટાઇટલ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply