Skip to main content
Settings Settings for Dark

યુથ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનાર પાર્થ સાલુંખે પ્રથમ પુરુષ તીરંદાજ બન્યો

Live TV

X
  • પાર્થ સાલુંખે યુથ વર્લ્ડ ચેમ્પિયનશિપની રિ-કર્વ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય પુરૂષ તીરંદાજ બન્યો છે. આ સ્પર્ધામાં ભારતે અત્યાર સુધીમાં સૌથી વધુ 11 મેડલ જીત્યા છે. મહારાષ્ટ્રના સતારાના 19 વર્ષીય પાર્થ સાલુન્ખેએ ગઈકાલે રાત્રે આયર્લેન્ડના લિમરિકમાં અંડર-21 પુરૂષોની રી-કર્વ ઇવેન્ટની ફાઇનલમાં કોરિયન ખેલાડીને હરાવ્યો હતો. ટોચના ક્રમાંકિત સાલુન્ખેએ પાંચ સેટની મેચમાં સોંગ ઇન જુન સામે જીત મેળવી હતી. 

    ઉપરોક્ત સ્પર્ધામાં 24 સભ્યોની ભારતીય ટીમે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં છ ગોલ્ડ, એક સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. જેમાંથી છ મેડલ અંડર-21 કેટેગરીમાં ખેલાડીઓએ જીત્યા હતા, જેમાં ચાર ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply