ભારતે દોહામાં એશિયાઈ ચેમ્પિયનશિપમાં 15મો ઓલમ્પિક કોટા કર્યો હાંસલ
Live TV
-
રમત ગમત મંત્રીએ ખેલાડીઓની કરી પ્રશંસા
ભારતે શૂટિંગમાં રેકોર્ડ 15 કોટા પ્રાપ્ત કર્યા છે. દોહામાં રમાયેલી 14મી એશિયાઈ નિશાનેબાજી ચેમ્પિયનશિપમાં અંગદ વીરસિંહ બાજવાએ પુરુષોની સ્કીટ સ્પર્ધામાં સુવર્ણ પદક પ્રાપ્ત કર્યો હતો. જ્યારે આ જ સ્પર્ધાનો રજત પદક મેરાજ ખાને મેળવ્યો હતો.
આ રીતે અંગદ અને મેરાજે પ્રથમ અને બીજા સ્થાને રહીને દેશ માટે બે પદક પ્રાપ્ત કર્યા છે. બંને ખેલાડી 56 અંક સાથે ટોચ પર હતા. એ પછી વિજેતાનો નિર્ણય શૂટઆઉટથી કરવામાં આવ્યો. જેમાં અંગતે મેરાજને માત આપી હતી. ઓલમ્પિક કોટામાં ભારતનું આ અત્યારસુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે
