ભારતે ન્યુઝીલેન્ડને આપ્યો 398 રનનો લક્ષ્યાંક
Live TV
-
રોહિત શર્મા અને શુબમન ગિલે ટીમને ઝડપી શરૂઆત અપાવતા ભારતનો સ્કોર 8 ઓવરમાં 71 રને પહોંચાડી દીધો હતો.
ક્રિકેટ વિશ્વકપ 2023ની પ્રથમ સેમિફાઈનલ આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી. રોહિત શર્મા અને શુબમન ગિલે ટીમને ઝડપી શરૂઆત અપાવતા ભારતનો સ્કોર 8 ઓવરમાં 71 રને પહોંચાડી દીધો હતો.
રોહિત શર્માએ વિસ્ફોટક બેટિંગ કરતાં 29 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 47 રન ફટકાર્યા હતા. જે બાદ ટીમ સાઉદીની ઓવરમાં કેચ આઉટ થયો હતો. પરંતુ શુભમન ગિલ અને વિરાટ કોહલીએ ઇનિંગ સંભાળી હતી. શુભમન ગિલ અડધી સદી ફટકારતાં 79 રને રિટાઇર્ડ હર્ટ થયો હતો.
વિરાટ કોહલીએ સદી ફટકારીને સચિન તેંડુલકારને પાછળ છોડીને સૌથી ઝડપી ODIમાં 50 સદી ફટકારનાર ખેલાડી બન્યો. તે ઉપરાંત શ્રેયસ ઐય્યરે 70 બોલમાં 105 રન બનાવ્યાં. આ સાથે જ ભારતે ન્યુઝીલેન્ડને 398 રનનો લક્ષ્યાંક આપ્યો છે.
