IND vs NZ: આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે સેમિફાઈનલ મેચ
Live TV
-
ઈડન ગાર્ડન્સમાં આવતીકાલે બીજી સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થશે.
વર્લ્ડ કપ 2023ની પ્રથમ સેમિફાઈનલમાં આજે ભારતનો મુકાબલો ન્યુઝીલેન્ડ સામે થશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પ્રથમ સેમિફાઈનલ મેચ રમાશે. ક્રિકેટ વિશ્વકપમાં આ બીજી વખત છે, જ્યારે બંને ટીમો સેમિફાઇનલમાં સામસામે ટકરાશે. બંને ટીમો વચ્ચે છેલ્લી મેચ 2019માં રમાઈ હતી. અગાઉ, વાનખેડે સ્ટેડિયમમાં આ ટુર્નામેન્ટની શરૂઆતમાં, ભારતે શ્રીલંકા સામે 302 રને શાનદાર જીત હાંસલ કરી હતી. આ સ્ટેડિયમમાં બપોરના સમયે પિચ બેટ્સમેન માટે અનુકૂળ માનવામાં આવે છે. આ મેચમાં ટોસ જીતવી બંને ટીમો માટે મહત્વપૂર્ણ રહેશે. કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં આવતીકાલે બીજી સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થશે.
