વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઈનલ ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે
Live TV
-
આવતીકાલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઈનલમાં મેન ઇન બ્લુ ટીમનો સામનો ન્યુઝીલેન્ડ સામે થશે. ભારતે એ આ વર્ષના વર્લ્ડ કપમાં સતત નવ મેચ જીતી છે.આ પહેલા ભારતે 1983 અને 2011માં વર્લ્ડ કપ જીત્યો હતો. અગાઉની જીત બાદ ભારત પોતાની પ્રથમ સેમીફાઇનલ રમશે. અત્યારે ટીમના તમામ ખેલાડીઓ શાનદાર ફોર્મમાં છે. કેપ્ટન રોહિત શર્મા ભારતની મજબૂત શરૂઆત જ વિરોધી ટીમોને તેની ગતિથી ઘણી પરેશાન કરી છે અને તે શાનદાર પરફોર્મર્સ આપ્યું છે. તો, બીજી તરફ આ વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડની ટીમનું મિશ્ર પ્રદર્શન રહ્યું છે. પ્રથમ ચાર મેચ જીત્યા પછી, ટીમ પછીની ચાર મેચ હારી ગઈ હતી. ભારત આવતીકાલની મેચ જીતીને 2019માં મળેલી હારનો બદલો લેવા માંગશે.
બીજી સેમીફાઈનલ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં ગુરુવારે ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. બંને મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે.વર્લ્ડ કપની સેમિફાઇનલમાં બંને ટીમો બીજી વખત આમને-સામને થશે. ભારત અને ન્યુઝીલેન્ડ 2019માં પ્રથમ વખત ટકરાયા હતા.
આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેધરલેન્ડ સામે વર્લ્ડ કપ મેચમાં જીત બદલ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું કે, અમારી ક્રિકેટ ટીમ માટે દિવાળી વધુ ખાસ બની જાય છે. નેધરલેન્ડ સામેની શાનદાર જીત બદલ ટીમ ઈન્ડિયાને અભિનંદન. કૌશલ્ય અને ટીમ વર્કનું આવું પ્રભાવશાળી પ્રદર્શન. તેમણે સેમી ફાઇનલ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
