ભારતે વેસ્ટ ઈન્ડિઝને 67 રનથી હરાવીને ટી-20 સીરિઝ પર કર્યો કબજો
Live TV
-
કેપ્ટન કોહલી પ્લેયર ઓફ ધ સીરિઝ, જ્યારે કે.એલ.રાહુલ બન્યા મેન ઓફ ધ મેચ
મુંબઇમાં 20-ટવેન્ટી સિરિઝની ત્રીજી અને નિર્ણાયક મેચમાં ટીમ-ઇન્ડીયાએ વેસ્ટઇન્ડીઝને 67 રને હરાવ્યું છે અને ત્રણ મેચની શ્રેણી 2-1 થી જીતી લીધી છે. ટીમ-ઇન્ડિયાના રોહિત શર્માએ-71, કે એલ.રાહુલે 91 રનનું યોગદાન આપ્યું હતું જયારે વિરાટ કોહલીએ 70 રનની અણને ઇનીગ્સ રમી હતી. આ સાથે ભારતે ત્રણ વિકેટે 240 રન કરી વેસ્ટઇન્ડીઝ ને 241 રનનું લક્ષ આપ્યું હતું. તેના જવાબમાં વેસ્ટઇન્ડીઝ ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 173 રન બનાવી શકી હતી. 91 રનની ઇનીગ્સ રમનાર કે એલ.રાહુલને મેનઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
