સિંધુ બેડમિંટનની વર્લ્ડ ટુર ફાઈનલ્સમાં ટાઈટલ જાળવવાના ઈરાદા સાથે ઉતરશે
Live TV
-
સિંધુનો પ્રથમ મુકાબલો જાપાની ખેલાડી યામાગુચી સામે થશે
ભારતની સૌપ્રથમ વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયન પી. વી. સિંધુ આજથી દુબઈમાં શરૂ થઈ રહેલી વર્લ્ડ બેડમિંટન ટુર ફાઈનલ્સ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન તરીકેનો તાજ જાળવવાના ઈરાદા સાથે ઉતરશે. ચાલુ વર્ષ દરમિયાન ઓવરઓલ શાનદાર દેખાવ કરનારી ટોચની આઠ ખેલાડીઓ જ આ એલિટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકે છે અને સિંધુ વર્લ્ડ ચેમ્પિયન હોવાની સાથે વર્લ્ડ રેન્કિંગમાં પણ એલિટ ખેલાડીઓમાં હોવાથી ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થઈ છે. આ વખતે વર્લ્ડ ટુર ફાઈનલમાં ભાગ લેનારી તે ભારતની એકમાત્ર ખેલાડી છે.સિંધુની સાથે ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહેલી જાપાનની નાઓમી ઓકુહારા અને તાઈપેઈની તાઈ ત્ઝુ યિંગ પણ ટાઈટલ જીતવાની દાવેદાર છે. ચીનની ચેન યુફેઈનની દાવેદારી પણ મજબૂત મનાય છે. સિંધુના ગૂ્રપમાં ઓકુહારા કે યિંગ નથી. તેને સૌપ્રથમ મેચમાં આજે જાપાની ખેલાડી યામાગુચીનો સામનો કરવાનો છે. ભારતીય ખેલાડીના ગૂ્રપમાં ચીનની ચેન યુફેઈ અને હે બિંગ્જિયો પણ સામેલ છે.
