Skip to main content
Settings Settings for Dark

ભારત અને આયલેન્ડ વચ્ચેની ત્રણ શ્રેણીની ટી 20ની પ્રથમ મેચ આજે સાંજે સાડા સાત વાગે ડબલિનમાં રમાશે

Live TV

X
  • ભારત અને આયલેન્ડ વચ્ચેની ત્રણ શ્રેણીની ટી 20ની પ્રથમ મેચ આજે સાંજે સાડા સાત વાગે ડબલિનમાં રમાશે. જસપ્રીત બુમરાહ ભારતીય ટીમનું સુકાની પદ સંભાળશે. અગાઉ વર્ષ 2022 માં, હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળ, ભારતે બે મેચોની T20 શ્રેણી 2-0થી જીતી હતી.

    ભારત અને આયર્લેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ આજે શુક્રવાર, 18 ઓગસ્ટે રમાશે. આયર્લેન્ડ સામેની શ્રેણીમાં ટીમ ઈન્ડિયામાં ઘણા નવા ચહેરા જોવા મળશે. આ સીરીઝ માટે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

    આયર્લેન્ડ સામેની T20 શ્રેણીમાં લગભગ તમામ સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. આ સાથે જ ટીમમાં યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, શાહબાદ અહેમદ, શિવમ દુબે અને જીતેશ શર્મા જેવા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે.

    આ 3 મેચની T20 શ્રેણી માટે, ભારતીય ટીમની કપ્તાની જસપ્રિત બુમરાહ કરશે, જે તેની પીઠની ઇજામાંથી સંપૂર્ણ રીતે સ્વસ્થ થયા પછી લાંબા સમય પછી મેદાન પર પરત ફરવાનો છે. આ સિવાય આ T20 સિરીઝ માટે રિંકુ સિંહ અને જીતેશ શર્માને પણ ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યા છે.

    આયર્લેન્ડ સામેની ટી20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયા - જસપ્રીત બુમરાહ (કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન (વિકેટકીપર), જીતેશ શર્મા (વિકેટકીપર), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, શાહબાદ અહેમદ, રવિ બિશ્નોઈ, પ્રસિદ્ધ ક્રિષ્ના, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર અને આવેશ ખાન.

    ભારત સામેની T20I શ્રેણી માટે આયર્લેન્ડની ટીમઃ  પોલ સ્ટર્લિંગ (કેપ્ટન), એન્ડ્રુ બાલબિર્ની, માર્ક અડાયર, રોસ એડૈર, કર્ટિસ કેમ્ફર, ગેરેથ ડેલની, જ્યોર્જ ડોકરેલ, ફિઓન હેન્ડ, જોશુઆ લિટિલ, બેરી મેક્કાર્થી, હેરી ટેક્ટર, લોર્કન ટકર, થેઓ વન વોઈરકોમ , બેન વાઇટ અને ક્રેગ યંગ.

    ભારત-આયર્લેન્ડ T20 શ્રેણીનું શેડ્યૂલ

    18 ઓગસ્ટ - પ્રથમ T20 (ડબલિન), ભારતીય સમય અનુસાર સાંજે 7:30 વાગ્યે

    20 ઓગસ્ટ - બીજી T20 (ડબલિન), ભારતીય સમય અનુસાર સાંજે 7:30 કલાકે

    23 ઓગસ્ટ - ત્રીજી T20 (ડબલિન), ભારતીય સમય અનુસાર સાંજે 7:30 વાગ્યે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply