Skip to main content
Settings Settings for Dark

ભારત આજે ચીનના હાંગઝોઉ ખાતે એશિયન ગેમ્સ વોલીબોલમાં દક્ષિણ કોરિયા સામે ટકરાશે

Live TV

X
  • ભારત આજે ચીનના હાંગઝોઉ ખાતે એશિયન ગેમ્સ વોલીબોલમાં દક્ષિણ કોરિયા સામે ટકરાશે, ગઈકાલે રમાયેલી મેચમાં ભારતે કંબોડિયાને હરાવ્યુ

    એશિયન ગેમ્સમાં ભારતની શરૂઆત મિશ્ર રહી હતી. 23 સપ્ટેમ્બરથી ઔપચારિક રીતે શરૂ થનારી આ ગેમ્સમાં ભારતીય પુરૂષ ફૂટબોલ ટીમ મંગળવારે ચીન સામે 1-5થી હારી ગઈ હતી, જ્યારે પુરુષોની વોલીબોલ ટીમે કંબોડિયાને 3-0 થી હરાવીને અભિયાનની વિજયી શરૂઆત કરી હતી. આજે એશિયન ગેમ્સના બીજા દિવસે ભારતીય ટીમને મેડલની આશા છે. ભારતીય પુરુષ વોલીબોલ ટીમ આજે તેની આગામી પૂલ સી મેચમાં દક્ષિણ કોરિયા સામે રમશે. 19 ટીમોની ઈવેન્ટમાં ભારતને ત્રણ વખતના ચેમ્પિયન દક્ષિણ કોરિયા અને કંબોડિયા સાથે પૂલ સીમાં રાખવામાં આવ્યું છે. પુરુષોની સ્પર્ધાની ટીમોને છ જૂથોમાં વિભાજિત કરવામાં આવી છે, જેમાં ગ્રૂપ એફમાં ચાર ટીમો છે. ભારતે અત્યાર સુધીમાં ત્રણ મેડલ જીત્યા છે, જેમાં એક સિલ્વર અને બે બ્રોન્ઝનો સમાવેશ થાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply