ભારત Vs શ્રીલંકાની T-20 મેચ શરૂ, શ્રીલંકાએ 14 ઑવરમાં 4 વિકેટ ગુમાવી
Live TV
-
ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી ટી-20 મેચ ઇન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ભારતે ટૉસ જીતી પહેલાં બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો છે અને હાલમાં શ્રીલંકાની બેટિંગ ચાલી રહી છે.
ગુવાહાટી અને ત્યારબાદ ,બરસાપરા સ્ટેડિયમ ખાતે વરસાદને કારણે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની ટી -20 શ્રેણીની પ્રથમ મેચ રદ કરવામાં આવી હતી. સીરીઝ પર પ્રભુત્વ જમાવવા માટે બંને ટીમો વચ્ચે ખરાખરીનો જંગ જામશે.
ટૉસ હારીને બેટિંગ કરી રહેલ શ્રીલંકાની ટીમે 14 ઑવરમાં 4 વિકેટ ગુમાવી 104 રન બનાવ્યા છે. ભાનુકા રાજપક્ષે અને દાસુન શનાકા હાલમાં 14મી ઑવરમાં રમી રહ્યા છે.
