મહિલા ક્રિકેટમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે બીજી ટી ટ્વેન્ટી
Live TV
-
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ બાંગ્લાદેશ મહિલા ખેલાડીઓની ટી 20 મેચની સીરીઝ રમવા માટે તૈયાર છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને બાંગ્લાદેશ વચ્ચે રમાઇ રહેલ ત્રણ મેચની ટી-20 સિરિઝનો આજે બીજો મુકાબલો ઢાકાના શેરે બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાશે.
રવિવારે યોજાયેલ પહેલી મેચમાં ભારતે યજમાન ટીમને 7 વિકેટ ઝડપી સિરીઝમાં 1-0 ની લીડ મેળવી હતી. આ ટી20 સીરીઝ બાદ 16 જુલાઈથી ત્રણ મેચોની વનડે પણ રમાશે.
