Skip to main content
Settings Settings for Dark

રિંકુસિંહના અંતિમ બોલે ચોગ્ગાથી કોલકાતા નાઈટ રાઈડર્સનો પંજાબ કિંગ્સ સામે વિજય

Live TV

X
  • કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયેલી આ મેચમાં અંતિમ બોલ પર પરિણામ સામે આવ્યુ હતું. કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયેલી IPLની 53મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 180 રનનો લક્ષ્યાંક હતો. એક સમયે કોલકાતા હારી જવાની અણી પર આવી ગયું હતું. ટીમને બે ઓવરમાં 26 રનની જરૂર હતી. ત્યારે સેમ કરનની 19મી ઓવરમાં આન્દ્રે રસેલે ત્રણ સિક્સર ફટકારીને મેચની બાજી પલટી દીધી હતી. આન્દ્રે રસેલે 23 બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી 42 રન ફટકાર્યા હતા. અંતિમ ઓવરમાં ટીમને 6 રનની જરૂર હતી ત્યારે આન્દ્રે રસેલ આઉટ થઈ ગયો હતો. જોકે, રિંકુ સિંહે અંતિમ બોલમાં ચોગ્ગો ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો.

    કોલકાતા નાઈટ રાઈડર્સે સોમવારે ઈડન ગાર્ડન્સમાં રમાયેલા મુકાબલામાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે પાંચ વિકેટે શાનદાર વિજય નોંધાવ્યો હતો. આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં 2023નો આ વધુ એક મુકાબલો એવો રહ્યો જેનું પરિણામ અંતિમ બોલ પર આવ્યું હતું. પંજાબ કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. કેપ્ટન શિખર ધવનના 57 રનની મદદથી પંજાબે 20 ઓવરમાં સાત વિકેટે 179 રન નોંધાવ્યા હતા. જયારે કોલકાતા તરફથી કેપ્ટન નિતિશ રાણાએ શાનદાર બટિંગ કરી હતી. તેણે 38 બોલમાં છ ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 51 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે ઓપનર જેસન રોયે 24 બોલમાં 38 અને ગુરબાઝે 15 રનનું યોગદાન આપ્યું હતું. રિંકુ સિંહ 10 બોલમાં 2 ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 21 રન નોંધાવીને નોટઆઉટ રહ્યો હતો. પંજાબ માટે રાહુલ ચહરે બે વિકેટ ઝડપી હતી જ્યારે નાથન એલિસ અને હરપ્રીત બ્રારે એક-એક વિકેટ પોતાના નામે કરી હતી. જેના જવાબમાં કોલકાતાએ 20 ઓવરમાં પાંચ વિકેટ 182 રન નોંધાવીને મેચ જીતી લીધી હતી.

    તો આજે IPL 2023ની 54મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેગ્લોર વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 કલાકે રમાશે.  

    IPL 2023માં અત્યાર સુધી રમાયેલી મેચોમાં પોઈન્ટ ટેબલની વાત કરીએ તો, ગુજરાત ટાઈટન્સની ટીમ 16 પોઈન્ટ સાથે ટોપ પર છે. ચેન્નાઈ સુપર કિંગ્સ 13 પોઈન્ટ સાથે બીજા નંબરે, લખનઉ સુપર જાયન્ટ 11 પોઈન્ટ સાથે ત્રીજા અને રાજસ્થાન રોયલ્સની ટીમ 10 પોઈન્ટ સાથે ચોથા ક્રમે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply