વિમ્બલ્ડન ઓપનમાં બે મોટા અપસેટ, વિશ્વની નંબર વન મહિલા ખેલાડી અને પોલેન્ડની ઇંગા સ્વાઇટેક બહાર
Live TV
-
અમેરિકાની જેસિકા પેગુલાને પણ હારનો સામનો કરવો પડ્યો છે.
વિમ્બલ્ડન ઓપનમાં બે મોટા અપસેટ જોવા મળ્યા છે. વિશ્વની નંબર વન મહિલા ખેલાડી અને ટોચની ક્રમાંકિત પોલેન્ડની ઇંગા સ્વાઇટેક બહાર થઇ ગઇ છે. આ સાથે જ અમેરિકાની જેસિકા પેગુલાને પણ હારનો સામનો કરવો પડ્યો છે. સ્વિટેકને યુક્રેનની એલિના સ્વિતોલીનાએ હરાવ્યો હતો. જ્યારે, ચેક રિપબ્લિકની માર્કેટા વોન્ડ્રોસોવાએ સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નક્કી કર્યું છે. 2019 ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં જગ્યા બનાવનાર માર્કેટાએ પેગુલાને 6-4, 2-6, 6-4થી હરાવી પ્રથમ વખત વિમ્બલ્ડનની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
