Skip to main content
Settings Settings for Dark

વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ 2023: નોવાક જોકોવિચને હરાવી કાર્લોસ અલ્કારાઝે જીત્યું ટાઈટલ

Live TV

X
  • ટેનિસની રમતમાં સૌથી જુની વિમ્બલ્ડન ચેમ્પિયનશિપમાં ગઈકાલે મોટો અપસેટ સર્જાયો હતો.

    ટેનિસની રમતમાં સૌથી જુની વિમ્બલ્ડન ચેમ્પિયનશિપમાં ગઈકાલે મોટો અપસેટ સર્જાયો હતો. વિમ્બલ્ડન 2023ની ફાઈનલ મેચમાં વિશ્વના સ્ટાર પ્લેયર નોવાક જોકોવિચને સ્પેનના કાર્લોસ અલ્કારાઝે હરાવ્યા હતો. આ જીત સાથે કાર્લોસ અલ્કારાઝે ઈતિહાસ રચ્યો છે અને તે વિમ્બલ્ડન 2023નો ચેમ્પિયન બન્યા છે. 

    વિશ્વના નંબર વન ટેનિસ પ્લેયરલ બની ગયેલા અલકારાઝે વિશ્વના બીજા નંબરના સર્બિયાના નોવાક જોકોવિચને પાંચ સેટની ફાઇનલમાં 1-6, 7-6, 6-1, 3-6, 6-4 થી મ્હાત આપી હતી. 20 વર્ષીય અલ્કારાઝ વિમ્બલ્ડન જીતનાર સ્પેનના ત્રીજા ખેલાડી બન્યા. આ પહેલા સેન્ટાએ 1966માં અને રાફેલ નડાલે 2008 અને 2010માં વિમ્બલ્ડન ટાઈટલ જીત્યું હતું. ખાસ વાત એ છે કે, 12 વર્ષ બાદ સ્પેનના કોઈ ખેલાડીએ આ ગ્રાન્ડ સ્લેમ જીત્યો છે. અલ્કારાઝનું આ બીજું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ છે. આ પહેલા તે 2022માં યુએસ ઓપનનો ખિતાબ જીતી ચૂક્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply