વેસ્ટ ઇન્ડિઝ અને ભારત વચ્ચે પ્રથમ વનડે, ભારતે 288 રનનો આપ્યો લક્ષ્યાંક
Live TV
-
ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે કરાયું આયોજન
ટી-ટ્વેન્ટી સીરીઝમાં વિજય મેળવ્યા પછી ટીમ ઇન્ડિયાની નજર હવે વેસ્ટ ઇન્ડિઝ સામે રમાનારી વન ડે સીરીઝ જીતવા પર ટકેલી છે. વન ડે સીરીઝની પ્રથમ મેચ આજે ચેન્નાઈ ખાતે રમાઈ રહી છે. વેસ્ટ ઇન્ડિઝે ભારત સામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતના કપ્તાન વિરાટ કોહલી ભારતના વિજયનો સિલસિલો ચાલુ રાખવાની નેમ સાથે મેદાનમાં ઉતરશે. તો વેસ્ટ ઇન્ડિઝના સુકાની કિરોન પોલાર્ડ પણ બરોબરીની ટક્કર આપવા મેદાનમાં ઉતરશે. બંને ટીમ વચ્ચે ત્રણ મેચની વન ડે સીરીઝ રમાવાની છે. ભૂતકાળમાં આ મેદાન પર ભારત વેસ્ટ ઇન્ડિઝ સામે રમેલી ચારમાંથી ત્રણ મેચ જીતી ચૂક્યું છે.
